Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ શહેર ખાતે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં મુસાફરોને લૂંટતી ગેંગના ત્રણ સાગરીતોને કરજણ પોલીસે ઝડપી પાડયા

Share

વડોદરા જિલ્લાના કરજણ શહેર ખાતે મુસાફરોના સ્વાંગમાં મુસાફરોને લૂંટી લેતી ગેંગ કરજણ પોલીસે ઝડપી પાડી હતી. મળતી માહિતી અનુસાર કરજણ સ્થિત સપના સાકાર સોસાયટીમાં રહેતાં સિનિયર સીટીઝન દિલીપ ભટ્ટ તેઓની પત્ની સાથે તેરમાંની વિધિ માટે ગયા હતાં અને વિધિ સંપન્ન કરી કરજણ પરત આવી જુના રેલવે ઓવરબીજથી શાકભાજી લેવા ચાલતા જતા હતા.

તે દરમિયાન એક રીક્ષા ચાલક આવીને ભાડું નહિ લેવાનું કહી બન્ને દંપતીને વિશ્વાસમાં લઇ રિક્ષામાં બેસાડયા હતા તે દરમિયાન અન્ય રીક્ષા ચાલકના બે સાગરીતો મુસાફરોના સ્વાંગમાં રિક્ષામાં બેસીને સિનિયર સીટીઝન દિલીપ ભટ્ટના ખિસ્સામાંથી પર્સ ચોરી કરીને સિનિયર સીટીઝન દંપતીને અધ્ધવચે ઉતારી જતા રહ્યા હતા. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ કરજણ પોલીસને શંકા જતાં રીક્ષા ચાલક સહિત તેના અન્ય બે સાગરીતોને ઝડપી પાડી કરજણ પોલીસ મથકે લઈ જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

રાજપીપળા નગરપાલિકા દ્વારા 4 જેટલા રસ્તાઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિને લઈને ભુજ ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલમાં જેબી કેમિકલ્સ દ્વારા ૫૦ લાખનું અનુદાન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!