Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી ગાંજો મળ્યો

Share

કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાથી પશ્ચિમ રેલવે એસઓજીની ટીમે બિનવારસી હાલતમાં 2.19 લાખની કિંમતનો ગાંજો ઝડપી પાડી અજાણ્યા શખ્સ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા પશ્ચિમ રેલવે એસઓજી ટીમના જવાનો 28 એપ્રિલના રોજ રાત્રે પેટ્રોલિંગમાં હતા. તે સમયે કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેન કાશીપુરા રેલવે સ્ટેશન પસાર કરતા સમયે જનરલ કોચ તથા રિઝર્વેશન કોચ એસ એકના કોરિડોર વચ્ચે શંકાસ્પદ હાલતમાં બે થેલા મળી આવ્યા હતા. જેમાં સેલોટેપ વિટાળેલ બંડલોમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 2.19 લાખની કિંમતનો 21.900 કી.ગ્રા ગાંજો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વાવ ખાતે ડેડીયાપાડા-સાગબારા તાલુકાના PSI-LRD ઉમેદવારો માટે નિઃશુલ્ક રહેવા માટે વ્યવસ્થા કરાઈ.

ProudOfGujarat

કરજણ નગરપાલિકા દ્વારા સરકારી કચેરીઓ સેનેટાઈઝર કરવામાં આવી.

ProudOfGujarat

ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મળી મંજૂરી – જાણો આ વેક્સિનની વિશેષતા વિશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!