Proud of Gujarat
FeaturedGujaratINDIA

નારેશ્વર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા ડમ્પરો પર તવાઈ.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વર નજીક ગતરોજ સાંજના સુમારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા ખાણ ખનીજ વિભાગ, આર ટી ઓ તેમજ કરજણ પોલીસ દ્વારા રેતી વહન કરતા વાહનો સામે લાલ આંખ કરી હતી. સવારથી જ પાલેજ – નારેશ્વર માર્ગ પર રેતી વહન કરતા વાહનો સામે તવાઈ બોલાવી હતી અને અનેક રેતી વહન કરતા વાહનો ડીટેન કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. કરજણ પ્રાંત અધિકારી પણ નારેશ્વર ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ પાલેજ – નારેશ્વર માર્ગ પર અકસ્માતો સર્જાયા હતા. સર્જાયેલા અકસ્માતમાં કોઈકનો લાડકવાયો મોતના મુખમાં હોમાઈ ગયો હતો તો કોઈક સુહાગનના સેંથીનું સિંદૂર ભૂસાયું હતું.

પાલેજ – નારેશ્વર માર્ગ પર રેતી વહન કરતા વાહનના ચાલકો માતેલા સાંઢની જેમ દોડતા હોવાની પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી છે. ભૂતકાળમાં માલોદ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ અધિકારીઓનો જાહેરમાં ઉઘડો લીધો હતો. પણ ત્યારબાદ પણ પાલેજ – નારેશ્વર માર્ગ પર સર્જાયેલા બે અક્સ્માતમાં બે હતભાગી કાળનો કોળિયો બની ગયા હતા. હવે જોવાનું એ રહ્યું કે રેતી વહન કરતા વાહન ચાલકો સામે તંત્ર કેટલા દિવસ કડકાઈ રાખશે તે તો આવનારો સમય જ બતાવશે.

યાકુબ પટેલ..કરજણ

Advertisement

Share

Related posts

રામપુરા ધનેશ્વર આશ્રમના મહંતને શાસ્ત્રોક્ત વિધિ મુજબ નર્મદા ઉતારવાહીનીમાં જળ સમાધિ અપાઈ,રામાનંદી સંપ્રદાય મુજબ આપી જળ સમાધિ

ProudOfGujarat

ગોધરા શહેરના પરવડી ખાતે આવેલી જીવદયા ગૌશાળાના સંચાલકોએ સરકાર પાસે પશુઓ માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં અવિધા ગામનાં ખેતરમાં સિંચાઈનાં સાધનોની ચોરી થતાં ખેડૂતોમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!