વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મિયાગામ કરજણ ખાતે આવેલ શ્રીમતી માલીની કિશોર સંઘવી હોસ્પિટલના ડોક્ટર હેમા પરીખને હોમીયો ભુષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગોરખપુર યુ.પી. ખાતે હોમિયો ફેન્ડ્રસ એ એક નેશનલ ઓર્ગેનાઈઝેશન છે. જ્યાં આખા ભારત દેશમાંથી હોમીયોપેથીક ડોકડર અને હોમીયોપેથિક સંસ્થાઓને જેઓ હોમિયોપેથી દ્વારા સમાજનું કલ્યાણ કરે છે. તેઓને વર્લ્ડ હોમિયોપેથીક ડે નાં દિવસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં ગુજરાતમાંથી ડૉ.હેમા પરીખ (એમ. ડી. હોમીયો પેથ)ને હોમીયો ભુષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ હેમા પરીખ કે જેઓ ઉમ્મીદ સેરેબ્રલ પાલ્સી સેન્ટરના હેડ અને મિયાગામ કરજણ ખાતે શ્રીમતી માલીની કિશોર સંઘવી હોમીયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તબીબી ક્ષેત્રે સેવા પ્રદાન કરી રહ્યા છે.
ડૉ. હેમા પરીખ અને ટીમ જેમના દ્વારા ઉમ્મીદ સેરેબ્રલ પાલ્સી સેન્ટર ની શરૂઆત વર્ષ 2016 થી કરવામાં આવી હતી. આશરે 300 થી વધુ સરેબ્રલ પાલસી ( મગજ નો લકવો ) બાળકોને હોમીયોપેથીક સારવાર અને જુદી જુદી એક નેજા હેઠળ ફિઝિયોથેરાપી, સાયકો થેરાપી, ઓક્યુપેસ્નલ થેરાપી, અને સ્પીચ થેરાપી દ્વારા જીવનમાં બદલાવ લાવવામાં આવે છે. જે કાર્યને ધ્યાનમાં રાખી ડૉ. હેમાં પરીખને આ સમારોહમાં હોમ ફેન્ડ્રસ એવોર્ડ હોમિયો ભુષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
યાકુબ પટેલ : કરજણ