Proud of Gujarat
FeaturedGujaratINDIA

બરોડા ડેરીના પ્રમુખ તરીકે સતિષ નિશાળીયા અને ઉપપ્રમુખ પદે ક્રિપાલસિંહ ચૂંટાયા

Share

બરોડા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખ તરીકે આજે જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ડિરેક્ટરને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખે રાજીનામા આપી દેતા અઢી વર્ષની પહેલી ટર્મમાં બે મહિના માટે બંને હોદ્દા ખાલી પડ્યા હતા. જેથી આજે ચૂંટણી યોજાઈ હતી.

ચૂંટણીમાં ભાજપના પ્રદેશ કક્ષાના પ્રતિનિધિએ મેન્ડેટ આપ્યો હતો. જેમાં પ્રમુખ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળીયા તેમજ ઉપપ્રમુખ તરીકે બે દિવસ પહેલા જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા ડિરેક્ટર ક્રિપાલસિંહ મહારાઉલના નામનો ઉલ્લેખ હતો. જોકે ડેરીના તમામ ડિરેક્ટરોએ અગાઉની પરંપરા મુજબ બંને હોદ્દેદારોની બિનહરીફ જાહેર કરવાનો નિર્ણય લીધો હોવાથી ભાજપના મેન્ડેટ મુજબ બંને હોદ્દેદારને ચૂંટાયેલા જાહેર કરાયા હતા. ડેરીની ચૂંટાયેલી પાંખની કુલ પાંચ વર્ષની ટમૅ હોય છે. જેમાં પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂરી થવામાં બે મહિના બાકી હોવાથી આજે ચૂંટણી યોજાઈ હતી. બે મહિના પછી ફરીથી પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી યોજાશે.

Advertisement

Share

Related posts

સુરતમાં નકલી ડેપ્યુટી કલેક્ટર બનીને ભેજાબાજ મહિલાએ ખેડૂતને જમીન સંપાદનમાં ટેન્ડર ભરાવી 23 લાખ પડાવી લેતા ફરિયાદ, પોલીસે કરી ધરપકડ

ProudOfGujarat

હજયાત્રાએ ગયેલા ટંકારીયાના તબીબે મક્કા શરીફમાં બીમાર દર્દીઓને નિ:શુલ્ક સારવાર પ્રદાન કરી.

ProudOfGujarat

અજીત અરોરાની મલ્ટિસ્ટારર ફિલ્મ “ઉનાડ” JIO-સિનેમા OTT પર 8 મી જુલાઈએ રિલીઝ થશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!