Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં મકરપુરા જીઆઇડીસીમાં કમ્પાઉન્ડમાં જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા.

Share

વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસીમાં આવેલ શેડના કમ્પાઉન્ડમાં જુગાર રમતા છ જુગારીઓને પોલીસે ઝડપી પાડી 2.45 લાખ ઉપરાંતની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

માંજલપુર પોલીસ ટીમના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, મકરપુરા જીઆઇડીસી શેડ નંબર 986/6 /C ના કમ્પાઉન્ડમાં કેટલાક લોકો જુગાર રમે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી છ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં જયેશ જયંતીભાઈ માછી (રહે- પાર્વતી નગર , એરફોર્સ પાછળ), અમિત વિનોદભાઈ પરમાર (રહે-મકરપુરા એરફોર્સ પાછળ), જયેશ ભાઈલાલભાઈ માછી (રહે-અંબિકા નગર, મકરપુરા એરફોર્સની સામે), અલ્પેશ રામદેવ ભાઈ માછી (રહે-શિવ શક્તિ નગર, મકરપુરા ડેપોની પાછળ), ભરત રમેશભાઈ માછી (રહે-ગોકુલ નગર, મકરપુરા રોડ ) અને મુસ્તફા બોસમીલા ખાન (રહે-આમ્રપાલી, મકરપુરા એરફોર્સ પાસે) નો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન પોલીસે રૂ. 71 હજારની કિંમતના આઠ નંગ મોબાઈલ ફોન, રોકડા 24,170 તથા સ્કૂટર અને બાઈક મળી કુલ રૂ.2,45,170 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement

Share

Related posts

વલસાડમાં તંત્ર “ભોગ “લે તેવી કામગીરી ,ઔરંગાનદીના બ્રીજ પર બંદોબસ્ત ,મામલતદારની હાજરી પણ તંત્ર નિંદ્રામાં !

ProudOfGujarat

સુરત: ઉમરપાડાના ચિમીપાટલ ગામે 66 કે.વી .સબ સ્ટેશનનું કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ…

ProudOfGujarat

અંકલેશ્વરમાં શ્રી વિંધેશ્વરી પેટ્રોલિયમ દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે ૫૦૦ થી વધુ લોકોને ગાર્ડનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!