Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના સુભાનપુરાના કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે બંધ કોચિંગ ક્લાસમાં આગ લાગતાં અફરાતફરી

Share

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આજે સવારે એક બંધ કોચિંગ ક્લાસમાં આગ લાગતા ધુમાડા છવાયા હતા અને તેને પગલે કોમ્પલેક્ષમાં નાસભાગ મચી હતી. સુભાનપુરા વિસ્તારના ચાણક્ય કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે બે કોચિંગ ક્લાસ આવેલા છે. જેમાં એક ક્લાસને સીલ મારવામાં આવ્યું છે જ્યારે બીજા ક્લાસમાં વિદ્યાર્થીઓ કોચિંગ લઈ રહ્યા હતા. આજે સવારે બંધ ક્લાસમાં એસીમાં શોર્ટ સર્કિટ થતા ધુમાડા નીકળ્યા હતા અને તેને પગલે જે ક્લાસ ચાલુ હતો તેના વિદ્યાર્થીઓ ગભરાઈને નીચે ઉતરી ગયા હતા. ફાયર બ્રિગેડને જાણ થતા આગ કાબુમાં લીધી હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Advertisement

Share

Related posts

સુરતનાં રિંગરોડ પર વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી, છોડાવવા વચ્ચે પડેલા લોકોને પણ ધક્કે ચઢાવ્યા

ProudOfGujarat

અંકલેશ્વરનાં વાલિયા સીલુડી ચોકડી ખાતે કેવી રીતે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ નોંધાયો ગુનો…જાણો વધુ.

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થી સત્યાગ્રહ છાવણી પહેલા પોલીસે અટકાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!