Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા-હાલોલ હાઇવે પર એસટી બસની ટક્કરે બાઈક ફંગોળાતા 2 સગા ભાઈ સહિત 3 નાં મોત

Share

વડોદરા નજીક મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરાની નજીક કોટંબી પાસે રાતના સમયે એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસની ટક્કરથી બાઇક સવાર બે સગા ભાઈ સહિત 3 યુવાનના ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. આ તરફ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અંગે મોકલી દેવા કવાયત શરૂ કરી હતી.

વડોદરાના અમરેશ્વપુરા ગામના ત્રણ યુવાનો ગઈકાલે રાત્રે બાઇક લઈને જરોદથી ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન વડોદરા નજીક કોટંબી ચોકડી પાસે ગાંધીનગર-પાવાગઢની એસટી બસે બાઇક સવારોને અડફેટે લીધા હતા. જોકે અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા. અકસ્માતમાં એવી વાત સામે આવી રહી છે કે, ટ્રકને ઓવરટેક કરવા જતા અકસ્માત થયો હતો. ઘટનામાં અમરેશ્વરપુરા ગામના બે સગા ભાઇઓ રોશન નટુ વસાવા, રવિ નટુ વસાવા અને રાજેશ નાયક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ ત્રણેયના ઘટના સ્થળે જ મોત થયા હતા.

Advertisement

કોટંબી ચોકડી પાસે બનેલ અકસ્માતમાં બે સગા ભાઇઓ રોશન નટુ વસાવા અને રવિ નટુ વસાવાનું મોત થતાં મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો સહિતના લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. આ તરફ જરોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીત્રણેય યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.


Share

Related posts

અંકલેશ્વરનાં દિવા ગામ ખાતે ખેડૂતોનો વિરોધ…

ProudOfGujarat

વલસાડ-છીપવાડ પ્રણામી મંદિર ખાતે ચતૃર્થ શતાબ્દી મહોત્સવ યોજાયો

ProudOfGujarat

દહેજની જી.એફ.એલ. કંપનીમાં કેમિકલ લીકેજથી 5 જેટલા કામદારોને થઈ અસર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!