વડોદરા મધ્યસ્થ જેલમાં ફરી એક વખત કાચા કામના કેદી પાસેથી મોબાઇલ ફોન મળી આવતા જેલની સુરક્ષા બાબતે સવાલો ઊભા થયા છે. વડોદરા મધ્યસ્થ જેલના જેલરે ફરિયાદમાં કહ્યું હતું કે, ગતરોજ ઝડતી સ્કવોર્ડ સાથે પીઆઈ તથા જનરલ સુબેદારએ સર્કલ વિભાગ યાર્ડ નંબર સાતની બેરેક નંબર 4 માં કેદીઓની ઝડતી લીધી હતી. જેમાં કાચા કામના આરોપી હૈદરઅલી રફીકસા દિવાન (રહે- ભરૂચ) પાસેથી કમરના ભાગે છુપાવી રાખેલ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ તથા કેદી અધિનિયમ હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, કેદીઓ પાસેથી મળી આવતા મોબાઇલ ફોન કેવી રીતે તેમની પાસે પહોંચે છે તે દિશામાં પ્રશાસન કડકાઈ ક્યારે દાખવશે ?
Advertisement