Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં અનાજની કીટ આપવાના બહાને કે.એસ ડિજિટલ-દર્શના એન્ટરપ્રાઇઝના સંચાલકો દ્વારા કરાઇ ઠગાઈ

Share

અનાજની કીટ આપવાના બહાને ગરીબ અને આર્થિક પછાત સહિત અપંગો અને વિધવાઓના પરિવારો પાસેથી હજારો રૂપિયા ઉઘરાવીને તરસાલી વિસ્તારના દર્શના એન્ટરપ્રાઇઝની દુકાનમાં કે એસ ડિજિટલના નામે ભેજાબાજો દુકાનને ખંભાતી તાળા મારીને મોબાઈલ ફોન બંધ કરી દઈને રફુચક્કર થઈ ગયાની અરજી ભોગ બનેલા તરસાલી વિસ્તારના રહીશોએ કલેક્ટર કચેરીએ સુપ્રત કરી સમગ્ર કૌભાંડની તપાસ કરીને નાણા અથવા અનાજ અપાવવા અરજ ગુજારી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તરસાલી વિસ્તારમાં સ્થાનિક ગરીબો આર્થિક રીતે પછાત તથા અપંગોને તરસાલીની પરિશ્રમ સોસાયટીની બાજુમાં આવેલ પાણીની ટાંકીવાળા રોડ પર રિયા હોમ ટાઉનની દુકાન નંબર 23 માં દર્શના એન્ટરપ્રાઇઝ ખાતે કે.એસ. ડિજિટલના નામે ઓફિસ હતી. આ ઓફિસના સંચાલક કનકસિંહ ગોહિલ અને એમના મળતીયાઓ દ્વારા અનાજની કીટ આપવા અંગે જુદી જુદી સ્કીમો રૂપિયા 2500, રૂપિયા 3500 અને રૂપિયા 7500ની વિવિધ સ્કીમોના બહાના હેઠળ સ્થાનિક રહીશો સાથે અગાઉ ઉઘરાણા શરૂ કરી નાણા મળ્યા અંગે પાવતીઓ પણ આપી હતી.

Advertisement

આમ છતાં આજદિન સુધી નાણા ભરનાર કોઈ પણ લાભાર્થીને અનાજની કીટ હજી સુધી મળી નથી. કે.એસ ડિજિટલ-દર્શના એન્ટરપ્રાઇઝની ઓફિસે સંચાલક કનકસિંહ ગોહિલ સહી તો એમના મળતીયાઓને નાણા આપી પાવતી મેળવનાર લાભાર્થીઓએ વારંવાર મોબાઈલ ફોન કરી સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ આ ટોળકી તેમના મોબાઈલ ફોન બંધ કરીને ફરાર થઈ ગયાની આશંકાએ સ્થાનિક રહીશોએ આ અંગે જિલ્લા કલેકટર અને શહેર પોલીસ કમિશનર સહિત મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે અરજી આપી છે.


Share

Related posts

સુરતનાં પાંડેસરાનાં વડોદ ગામનાં ગણેશ નગર નજીક મહાવીર નગરમાં ત્રણ સંતાનનાં પિતાનું ગળું કાપી નાંખી હત્યા કરી.

ProudOfGujarat

ખેડા પાલિકા દ્વારા તહેવારના દિવસોમાં રોડનુ કામ શરૂ કરાતા નાગરિકોમાં અસંતોષની લાગણી

ProudOfGujarat

વડોદરા: ખોડીયાર નગર ચાર રસ્તા પાસે ત્રણ દિવસ પહેલા પડેલો ભૂવો ન પૂરાતા વાહનચાલકો પરેશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!