આજે રામનવમી નિમીત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચતા એકાએક પથ્થરમારો થતા લોકોમાં દોડ ધામ મચી ગઇ હતી. તોફાની ટોળા દ્વારા રોડ પર લારીઓની પણ તોડફોડ કરી હતી. જોકે, મામલો વધુ બીચકે તે પહેલાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને સ્થિતિને કાબુમાં લીધી હતી.
વડોદરામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હોવાને કારણે પરિસ્થિતિ તંગ બની હતી. રામનવમી નિમિતે શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ દરમિયાન આ યાત્રા ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે પહોંચી ત્યારે જૂથ અથડામણ થઇ હતી. આમાં પથ્થરમારો પણ થયો હતો. જેમા રામજીની મૂર્તિ પર પથ્થર વાગતા તે ખંડિત બની હતી. જોકે, પોલીસનો મોટો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો.જેના કારણે પરિસ્થિતિ કાબુમાં આવી ગઇ હતી. આ જૂથ અથડામણમાં કેટલાક વાહનોમાં તોડફોડ પણ કરાવામાં આવી છે. કારેલીબાગ વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે. જે બાદ પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા ઉમટ્યા છે. કારેલીબાગના ભૂતડીઝાપા વિસ્તારમાં પથ્થરમારો થતા પોલીસ મથક પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પાંજરીગળ મહોલ્લા નજીક પથ્થરમારાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ટોળાએ વાહનોની સાથે દુકાનોમાં તોડફોડ કરીને માહોલમાં ભય ઊભો કર્યો હતો. આ સાથે પોલીસે કહ્યું કે, શોભાયાત્રામાં પથ્થરમારો થયાની કોઈ માહિતી આવી નથી. શોભાયાત્રામાં કોઈ લોકો ઈજાગ્રસ્ત થયા નથી.