ગુજરાત સરકારના આદેશ અનુસાર કરજણ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્રીજા તબક્કામાં કોરોના વેકસીન મુકવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્રીજા તબક્કામાં પોલીસ સ્ટાફ અને જી.આર.ડી જવાનોને કોરોના વેકસીન મુકવામાં આવી હતી.
જ્યારે ધાવટ ચોકડી પાસે આવેલ વી કેર હોસ્પિટલ ખાતે કરજણ નગરપાલિકા સ્ટાફનાં કર્મચારીઓને કોરોના વેકસીન મુકવામાં આવી હતી.
કરજણ આરોગ્ય વિભાગના ડોકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અંદાજીત 200 લાભાર્થીઓને કોવિડ 19 રસી મુકવામાં આવનાર છે અને તેમને એમ પણ જણાવ્યું હતું કે આ કોવિડ 19 રસી સંપૂર્ણપણે સલામત છે અને આ કોવિડ 19 રસીનો કોઈ પણ સાઈડ ઇફેક્ટ હમણાં સુધી જોવા મળેલ નથી.
આ કાર્યક્રમમાં કરજણ પોલીસ સ્ટેશનના પી.આઈ પટેલ સાહેબ અને ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ : કરજણ
Advertisement