Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં કાર ચાલકે દિવ્યાંગના મોપેડને ટક્કર મારતા એકનું મોત

Share

વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં દિવ્યાંગ યુવાન તેના થ્રી વ્હીલર મોપેડ પર માતાને સારવાર માટે ગોત્રી હોસ્પિટલે લઇ જઇ રહ્યો હતો. તે સમયે રસ્તામાં પાછળથી કાર લઇને આવેલી મહિલા ચાલકે થ્રી વ્હીલર મોપેડને અડફેટે લેતાં માતા અને પુત્ર મોપેડ પરથી ફંગોળાયાં હતાં. અકસ્માતમાં ઘાયલ માતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જ્યારે પુત્ર સારવાર હેઠળ છે.

ગોત્રી પોલીસ સ્ટેશનમાં કનુભાઈ ગોવિંદભાઈ પરમાર (રહે. વુડાના મકાન,અટલાદરા)એ ફરિયાદ નોંધાવી છે કે, મારો ભાઈ રાજેશ (રહે. વુડાના મકાન,વાસણા-ભાયલી રોડ) દિવ્યાંગ છે અને તેમના થ્રી વ્હીલ મોપેડ પર માતા સવીતાબેન પરમાર (ઉં.વ.65)ને લઇને સારવાર માટે ગોત્રી દવાખાને જઇ રહ્યા હતા. ત્યારે નીલાંબર સર્કલ પાસે એક કારે રાજેશ પરમારના મોપેડને ટક્કર મારતાં તે માતા સાથે ફંગોળાયા હતા. તેમને એમ્બ્યુલન્સ દ્વારા ગોત્રી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. તે પછી વધુ સારવાર માટે સવિતાબેનને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જયાં સવિતાબેનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

Advertisement

Share

Related posts

JIO બાદ હવે આ કંપનીએ આપ્યો ઝટકો, 200 રૂપિયા મોંઘો થયો આ પ્લાન, જાણો સમગ્ર વિગત.

ProudOfGujarat

વાઘોડિયા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરી.

ProudOfGujarat

રાજપીપળા પોલીસ નો સપાટો ટ્યુશન ક્લાસો અને શાળાઓમાં વાહનો લઈ દોડતા નાના બાળકો પર પણ ખાસ નજર 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!