વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ક્લેકટર કચેરી ખાતે મૌન ધરણાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. લોકશાહી બચાવો અંતર્ગત મૌન ધરણાં કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ હાથમાં પોસ્ટર લઇને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. “પેટ્રોલ મોંઘુ, ડિઝલ મોંઘુ, મોંઘા છે ગેસ દૂધના ભાવ મોંઘવારીમાં પીસાતી પ્રજા કહે બે ટાણું કેવી રીતે ખાવ”સાથેના પોસ્ટર લઇને મૌન ધરણા પ્રદર્શન કર્યુ હતુ.
મૌન ધરણા શરૂ થતા પહેલા કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે જણાવ્યું હતુ કે જે પ્રમાણે રાજ્ય અને કેન્દ્ર સરકાર તમામ પ્રકારે નિષ્ફળ ગઇ છે. મોંઘવારી, બેરોજગાર, ભ્રષ્ટ્રાચાર સહિત આ દેશને ઉદ્યોગપતિઓ જે રીતે ડૂબાડી રહ્યા છે. તે બાબતનો અમે વિરોધ વ્યક્ત કરીએ છીએ. રાહુલ ગાંધીને ખોટા કેસો કરીને ફસાવવામાં આવે છે. જોકે આ મૌન ધરણા ચાલુ થાય તે પહેલા જ પોલીસ આવી પહોંચી હતી અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીની અટકાયત કરી હતી. ટિંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી હતી. આ સાથે અન્ય નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.