Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ મહિલા ભાગી જતા દોડધામ

Share

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ મહિલા બુધવારે મોડી રાત્રે ડોક્ટરોને જાણ કર્યા વગર જતી રહેતા આજે તેને શોધવા માટે હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું. દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એ સમયે આરોગ્ય તંત્ર પણ સાબદુ બન્યું છે. દરમિયાન પાદરા તાલુકાના આંતિ ગામની આશરે 50 વર્ષની ઉંમરની મહિલા શરદી, તાવ, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદ સાથે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ મહિલાને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી દરમિયાન આજે સવારે ડોક્ટરો રૂટિન રાઉન્ડમાં નીકળ્યા ત્યારે આ મહિલા તેના બેડ પર હાજર ન હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે આ મહિલા બુધવારની મોડી રાતથી જ વોર્ડમાંથી જતી રહી છે આથી એસએસજી હોસ્પિટલના વહીવટી તંત્રએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા મહિલાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા દ્વારા 8 સ્થળોએ નિ : શુલ્ક પીવાનાં પાણીની સુવિધા કરાઇ. જાણો વધુ.

ProudOfGujarat

નેત્રંગ ગાંધી બજાર ખાતે આવેલ અમરેશ્વર મહાદેવ મંદિર ખાતે પતિના દીર્ઘાયુષ માટે સૌભાગ્યવતી બહેનોએ વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી.

ProudOfGujarat

27 જૂનથી થિયેટર ખોલવા સરકારે મંજૂરી આપી : અમદાવાદ મલ્ટિપ્લેક્ષ એસોસિયેશનનો જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!