સોરટ ગામ ખાતે બળતણના લાકડા ખરીદી કરી, લાકડા પીઠા ઉપર વેચાણ કરતા હોવાની માહિતી મેળવી નસવાડી રેન્જ ફોરેસ્ટ કચેરીના કર્મચારી મહેશભાઈએ તેમના મોબાઇલ ફોન ઉપરથી તે વ્યક્તિને જણાવ્યું હતું કે, મને પુછયા વગર કેમ લાકડા કાપો છો ? અમને ન મળવું હોય તો તમારે લાકડાનો ધંધો બંધ કરી દેવાનો તેમ કહેતાં ફરીયાદીએ મહેશભાઈ ને જણાવેલ કે, સાહેબ તમને મળવું છે. તો ફોરેસ્ટરે જણાવેલ કે કયારે મળવા આવવાના છો તો ફરીયાદએ કહ્યું કે આવતી કાલે કલેડીયા ચોકડી ઉપર મળવાનું નક્કી થયું જેથી ફરીયાદી કલેડીયા ચોકડી ઉ૫ર ગયા પરંતું વન વિભાગના કર્મચારી મનોજભાઈ મળ્યા નહી.
દરમિયાનમાં તા.18/03/2023 ના સાડા પાંચ વાગયાના અરસામાં ફરીયાદીએ તેઓના મોબાઇલ ફોન ઉપરથી મનોજભાઈ સાથે મોબાઇલ ઉપર ફોન કરી પુછેલ તો કે ત્રણ હજારમાં માની જશોને તેમ કહેતાં વન વિભાગના કર્મચારી મનોજભાઈએ જણાવેલ કે, મને રૂા. 5000/- પુરા જોઇશે ? તેમ કહેતા જે લાંચની રકમ આ કામના ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ જાહેર કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આરોપીએ પંચ નં. (1) ની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રૂા.5000/- ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલ છે. જે અન્વયે છોટાઉદેપુર એ.સી.બી. પો.સ્ટે. છોટાઉદેપુર ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
આ ઉપરોક્ત કેસ અંગે તથા અન્ય કોઇ સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા સત્તાના દુરૂપયોગ અંગેની જાણ એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નં.1064, ફોન નં.079-22866772, ફેક્સ નં.079-22869228, ઈ-મેઈલ: astdir-acb-f2@ gujarat. gov.in, વ્હોટસએપ નં.90999 11055 ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા CD દ્વારા અથવા પેનડ્રાઈવમાં પણ માહિતી મોકલવા નાગરોકોને અપીલ કરવામાં આવે છે.