Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં ગંધારા ગામની સીમમાંથી એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

Share

કરજણ તાલુકાનાં ગંધારા ગામની સીમમાંથી એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર કરજણ તાલુકાના ગંધારા ગામે એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાની જાણ થતા કરજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસની જીણવટ ભરી તપાસ કરતા જણાઈ આવ્યું હતું કે મરનાર ઈસમ કરજણ તાલુકાના કંડારી ગામે રહેતો હતો અને તે પોતાના પરિવાર સાથે પાણીપુરીનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ ગત રાત્રે પાણીપુરીની લારી લઈને ધંધા પરથી પરત ન આવતા પરિવારજનો ચિંતીત બન્યા હતા અને તેઓની શોધખોળ આદરી હતી. શોધખોળના અંતે કરજણ તાલુકા ગંધારા ગામની સીમમાંથી મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેઓના પરિવારજનોની પોલીસે પૂછપરછ કરતા મરણ પામનારનું નામ જ્ઞાનસિંગ હોવાનું જાણવા મળ્યું હતું અને તેઓ ઉત્તર પ્રદેશના વતની હોય તેવું બહાર આવ્યું હતું. બનાવની તપાસ માટે F. S. L. ની ટીમ બોલવામાં આવી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચના મુખ્ય પ્રવેશ દ્વાર પર પગદંડીમાં એક મહિલાનો પગ ફસાઈ જતા ફાયર દ્વારા કરાયું રેસ્ક્યુ

ProudOfGujarat

ભરૂચનાં ભોલાવ ખાતે આજરોજ ઉદય કેર ટ્રસ્ટ દિલ્હી દ્વારા ગામની વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો, ભાજપ અન્ય પક્ષોનાં ઉમેદવારોને ધમકીઓ આપતી હોવાના આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!