Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ભારત-ઓસ્ટ્રેલિયા વન ડે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડનાર બે ઝડપાયા, ત્રણ વોન્ટેડ

Share

ભારત ઓસ્ટ્રેલિયા વનડે ક્રિકેટ મેચ ઉપર ગોલ્ડન ચોકડી પાસે કારમાં બેસી મોબાઈલ ફોન વડે સટો રમાડનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડી અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરી 7.09 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

હરણી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, સંગમ હોટલ નજીક કારમાં બે શખ્સો મોબાઈલ ફોન વડે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે મેચ ઉપર સટ્ટો રમાડી રહ્યા છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી મુજબના સ્થળેથી બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોનની એપ્લિકેશનમાં ભારતનો દાવ હોય ત્યારે ભાવ દર્શાવે છે. જેમાં ભાવ અને સેશન્સ બોલાય છે.

Advertisement

આ બંને શખ્સો ક્રિકેટ મેચનું પ્રસારણ મોબાઇલમાં નિહાળી હાર જીતના સોદા પોસ્ટિંગ કરતા હતા. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીઓ વિષ્ણુ ઘનશ્યામ કાછિયા પટેલ (રહે- ઇન્દ્રપુરી સોસાયટી, હાલોલ) અને ઝાકીર મહંમદ ઘાંચી (રહે-હાલોલ ગામ, હાલોલ) હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે ક્રિકેટ મેચનો સટ્ટો કાપનાર હિતેશ વરિયા તેમજ ગોપાલ વાણંદ અને રવિ શાહને વોન્ટેડ જાહેર કર્યા હતા. નરોડા દરમિયાન પોલીસે મોબાઈલ ફોન તથા કાર સહિત 7.09 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


Share

Related posts

ભરૂચ : ઉત્તરાયણનાં પર્વ પૂર્વે આમોદનાં પતંગ બજારમાં મંદીનો માહોલ, વેપારીઓ ચિંતાતુર.

ProudOfGujarat

ભરૂચ મહિલા મોરચા દ્વારા વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ આપી સન્માનિત કરાઈ.

ProudOfGujarat

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે નવા વધુ ૫૦ જેટલા સ્ટ્રેચરની સુવિધા ઉપલબ્ધ કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!