Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના માંજલપુરમાં જુના ઝઘડાની અદાવતે યુવકને ચાકુનો ઘા માર્યો

Share

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ સરકારી આવાસ યોજના પાસેના શ્રીજીનગરમાં રહેતો સંતોષ માળી કલરકામ કરે છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે, હું મારા કાકાના દીકરા જયેશ સાથે બાઈક ઉપર પસાર થતો હોય તે સમયે ઘર નજીક અગાઉના ઝઘડાની અદાવત રાખી કિશન ચુનારાએ જયેશ સાથે ઝઘડો કર્યો હતો ઝઘડો કર્યો હતો. આ દરમિયાન જયેશે પોતાની પાસે રહેલ ચાકુ વડે કિશનના પેટના ભાગે ઘા મારી દીધો હતો. તેની અદાવત રાખી કિશન ચુનારાનો ભાઈ અજય ચુનારા, તેના મિત્રો વિશાલ પરમાર, અક્ષર વસાવા તથા મયુર વસાવા (તમામ રહે-વસાવા ફળિયું, અટલાદરા) મને મારવા માટે દોડતા હું બાઈક લઇ નાશવા જતા બાઈક સ્લીપ થઈ જતા મને ઇજા પહોંચી છે. ત્યારબાદ તેઓ મારા ઘરે ઘસી આવી ઘરના બારીના કાચ તોડી મુખ્ય દરવાજાને નુકસાન પહોંચાડી મને ગડદાપાટુનો માર માર્યો હતો.

Advertisement

Share

Related posts

વડોદરાના ખાનગી મોલમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે ભારત માતા અને દેશની અલગ અલગ વિભૂતિઓ દર્શાવતી રંગોળી તૈયાર કરાઇ.

ProudOfGujarat

ઝધડીયાનાં ધારાસભ્ય છોટુભાઇ વસાવા, દેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવા તથા BTP પક્ષના માણસો વિરુદ્ધ સોશિયલ મીડીયામાં ખોટી ટિપ્પણી કરનાર બેંક મૅનેજર વિરુદ્ધ ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની શાળાઓ અને આંગણવાડીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!