Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ત્રણ સ્થળે દરોડા પાડી ત્રણ ઇસમો ઝડપી પાડયા.

Share

વડોદરા શહેરમાં હોળી ધૂળેટીના પર્વ દરમિયાન પોલીસે ત્રણ સ્થળે દરોડા પાડી દારૂની હેરાફેરી કરતા ત્રણ ખેપિયાને ઝડપી પાડ્યા હતા. ગોરવાના સમતા ગ્રાઉન્ડ ઉપર દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની વિગતોને પગલે પોલીસે દરોડો પાડતા ખેપિયા મળી આવ્યા ન હતા.પરંતુ બે સ્કૂટર મળ્યા હતા. જેમાંથી પોલીસે રૂ.14000 ની કિંમતની દારૂની 35 બોટલ કબજે કરી હતી. ગોરવા પોલીસે સ્કૂટરના નંબરને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં ફતેગંજ રોજીઝ ગાર્ડન પાસે પોલીસે સ્કૂટર પર જતા બે યુવકોને રોકી એક થેલો કબજે કર્યો હતો. જેમાં દારૂની રૂ.17000 ની કિંમતની એક ડઝન બોટલ મળી હતી. પોલીસે લવ પ્રતાપસિંહ રાજપુત (જવાહર નગર, સયાજીગંજ) અને શિવમ શિવ પૂજન યાદવ (જય અંબે નગર,સયાજીગંજ)ની અટકાયત કરી હતી.

Advertisement

આવી જ રીતે નવાપુરા શિયાબાગ વિસ્તારમાં વ્રજવિહાર એપાર્ટમેન્ટમાં રહેતો સંગ્રામ મહેશભાઈ કહાર દારૂનો ધંધો કરતો હોવાની વિગતો મળતા પોલીસે દરોડો પાડી તેની પાસે કુલ રૂ.8400 ની કિંમતની 28 બોટલ કબજે કરી હતી.


Share

Related posts

ભરૂચ : કોરોનાનાં કારણે મેધરાજાનો મેળો અને છડીયાત્રાનાં કાર્યક્રમો રદ, ભકતો મેધરાજાનાં ઓનલાઈન દર્શન કરી શકશે જાણો વધુ.

ProudOfGujarat

નર્મદા-સરદાર સરોવર ડેમની સપાટીમાં ઘટાડો-24 કલાકમાં વધુ 10 સે.મી. સપાટીમાં ઘટાડો..

ProudOfGujarat

વડોદરા : વારસિયા વિસ્તારમાં પટેલ પાર્ક ખાતે બિલ્ડીંગનો કેટલોક ભાગ ધરાસાઈ થતા દોડધામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!