સાવલી તાલુકાના ટુંડાવ ગામે સૈયદ હસન અલીબાબા કાદરીના ઉર્સ પ્રસંગે સૈયદ ઝાકીર અલી બાવાની નિગરા નીમા ટુંડાવ ગામના તથા દાનવોરોના સહકારથી ત્રીજો સમૂહ લગ્નોત્સવ સમારોહ ટુંડાવ ખાતે સંપન્ન થયો હતો.
સમૂહ લગ્નનોત્સવ સમરોહમાં ૧૧ ભાગ્યશાળી યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. સમૂહ લગ્નોત્સવ સમારોહનો એકમાત્ર ઉદ્દેશ સમાજને ખોટા ખર્ચાથી બચાવવાનો છે. સાથે સાથે સમાજના તેજસ્વી તારલાઓનું મનોબળ વધારવાના ભાગરૂપે ટ્રોફી અને ઇનામ આપીને સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે ટુંડાવ ખાતે ઇંગ્લીશ મીડીયમ સ્કુલ અને હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે મોતીપુરાના જજ નકુમ શકીલ સાહેબ, ડોક્ટર પ્યારે સાહેબ, ટુંડાવના રાઠોડ વકીલ રણજીતસિંહ રાઠોડ, આર યુ ચૌહાણ, નબીપુરના પટેલ મકબુલભાઈ, ભેખડાના પટેલ હરીશભાઈ તથા ગરાસિયા સમાજ વેલ્ફેર ટ્રસ્ટના કનુભા ગોહિલ, મુનાફ રાણા, સુફી સંતો, સાદાતો તથા ગરાસીયા સમાજના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ
સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો.
Advertisement