Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા તાલુકાનાં આલમગીર નજીક અજાણ્યા વાહનની ટક્કરે એક ટ્રેલર ક્લીનરનું મોત નિપજયું…

Share

વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા આલ્મગીર ગામ નજીક કોઈ અજાણ્યા વાહનની ટક્કરે એક ઇસમને શરીરે ગંભીર ઇજાઓ થતા વડોદરા SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ ૧૯ મી જાન્યુઆરીના રોજ સવારે પાંચેક વાગ્યા ના સુમારે એક ટ્રેલર નંબર કે એ – ૦૧ – એ એચ – ૫૮૦૦ નો ચાલક વેંકટેશ મુરુગેશન ટ્રેલર લઈને આવેલા તેઓની સાથે ક્લીનર રંગલા રામાયણ યાદવ રહે. સદીપુરા, બિહાર નાઓ પણ હતા.

ગતરોજ રંગલા જ્યારે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને રંગલાને અડફેટે લેતા રંગલાને શરીરે ગંભીર ઇજાઓ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા વડોદરા SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન રંગલાનું મોત નિપજવા પામ્યું હતું. અક્સ્માત સંદર્ભે મુલ્લઇએ વલવન મુલ્લઇ ટી આર મુગમ હાલ રહે. વડોદરા નાઓએ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

મોટમિયા માંગરોલ ખાતે આવેલ એસ.પી.એમ. ગર્લ્સ હાઇસ્કુલનુ ધોરણ 12 નુ 87.5% બોઈઝ હાઈસ્કૂલનુ 73.56% પરિણામ આવ્યું

ProudOfGujarat

વડોદરાની નૂતન વિદ્યાલયનાં આચાર્યએ ડસ્ટર વડે મારતા વિદ્યાર્થીને હાથ પર ફ્રેકચર

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા નાગરિકોની સુવિધાઓમાં વધુ એક મોરપીંછનો ઉમેરો કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!