વડોદરા જિલ્લાના કરજણ નગરમાં આવેલી કરજણ પબ્લિક સ્કૂલનો વાર્ષિકોત્સવ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ દિપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ઝાકમઝોળ રોશની વચ્ચે કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ સ્કૂલની બાળાઓ દ્વારા સુંદર પ્રાર્થના ગીત રજુ કરવામાં આવ્યું હતું. શાળાની છાત્રાઓએ સરસ્વતી ગીત રજૂ કરી હાજર જનોને મંત્ર મુગ્ધ કર્યા હતા. ત્યારબાદ પુર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતિષ પટેલનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
કરજણ ભાજપ તાલુકા પંચાયત અધ્યક્ષ જયદીપસિંહ ચૌહાણનું પણ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્કૂલના આચાર્યએ હાજરજનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ સ્કૂલના આચાર્ય સુનિતાબેન દેસાઈએ સ્કૂલના અભ્યાસ બાબતે તેમજ પરિણામ વિશે સંપૂર્ણ ચિતાર રજુ કર્યો હતો. ત્યારબાદ શાળાના ટોપર છાત્રોને પુર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતિષ પટેલ દ્વારા પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળાના છાત્રોએ સુંદર નાટકો રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા.
આયોજિત કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીષ પટેલ, વડોદરા જિલ્લા પંચાયત અધ્યક્ષ અશોક પટેલ, આચાર્ય સુનિતાબેન દેસાઈ, રાકેશ શાહ, હરેશ ભાઈ, ધ્રુવલ પટેલ, કરજણ પ્રાંત અધિકારી, કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ભરવાડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ
વડોદરા : કરજણ પબ્લિક સ્કૂલનાં વાર્ષિકોત્સવની રંગેચંગે ઉજવણી કરાઇ.
Advertisement