Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં રખડતા ઢોર પકડવાના મુદ્દે ગૌપાલકો અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે અથડામણ

Share

વડોદરા શહેરમાં એક તરફ રખડતા પશુ રાહદારીઓના જીવ જોખમમાં મૂકે છે તો બીજી તરફ રાહદારીઓની રક્ષા હેતુ રખડતા પશુઓને પાંજરે પૂરવાની ફરજ બજાવતા પાલિકાના કર્મચારીઓ સાથે અવારનવાર પશુ માલિકોના હુમલા સામે આવે છે. તેવામાં ફરી એક વખત ગૌપાલકો દ્વારા ઢોર પાર્ટીના કર્મચારીઓ ઉપર હુમલાની ઘટના સામે આવી છે. ફતેગંજ પોલીસ મથક વિસ્તારમાં રખડતા પશુ પકડવાની પાલિકાની કામગીરી દરમિયાન પોલીસની હાજરીમાં પશુ માલિકોનું ડાંગ સાથે ઘસી આવેલું ટોળું પાલિકાના કર્મચારીઓને માર મારી પકડેલી ગાય છોડાવી જતા ફોજદારી કાર્યવાહી હાથ ધરી પાલિકાએ ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વડોદરા કોર્પોરેશનના દબાણ અને સિક્યુરિટી વિભાગમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પ્રદીપ લોખંડે ગતરોજ રાત્રે પોતાના કર્મચારીઓ સાથે પોલીસ બંદોબસ્ત રાખી ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રખડતા પશુઓ પકડવાની કામગીરી કરી રહ્યા હતા. તે સમયે પોલીસ કંટ્રોલ તરફથી વર્ધી મળી હતી કે, છાણી ગુરુદ્વારા સામે રોડ ઉપર ગાયોએ અડીંગો જમાવ્યો છે. તે સમયે ચિસ્તિયાનગર ચાર રસ્તા પાસે રખડતી ગાયને દોરડા વડે બાંધી ટ્રેક્ટરની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે ગાય માલિક નંદુ ભરવાડે ઉત્પાત મચાવ્યો હતો અને કહ્યું હતું કે ગતરોજ ગાયો પકડવા આવ્યા બાદ આજે ફરી કેમ આવ્યા છો તેમ કહી ગાય છોડાવવા માટે શોર મચાવતા અન્ય સાતથી આઠ જેટલા ભરવાડોનું ટોળું ડાંગો સાથે ઘસી આવ્યું હતું અને પાલિકાના કર્મચારી રોહન લોખંડેને પગમાં લાકડીનો ફટકો માર્યો હતો. જ્યારે નંદુ ભરવાડે પ્રદીપ લોખંડને પણ માર મારી ગાયને છોડાવી ગયા હતા. જે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થવા પામી છે. ઉપરોક્ત ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે નંદુ ભરવાડ સહિત અજાણ્યા આઠ શખ્સો વિરુદ્ધ સરકારી કામમાં દખલગીરી, મારામારી, રાયોટીંગ, ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે હાલ નંદુ ભરવાડ, હામા ભરવાડ, ગોવિંદ ભરવાડ અને જહા ભરવાડની ધરપકડ કરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામેથી એલસીબી એ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો.

ProudOfGujarat

સુરત શહેરમાં પૈસાના બાબતમાં છરી વડે હુમલો કરતા આરોપીની પોલીસે અટકાયત કરી

ProudOfGujarat

જંબુસરના માલપુર ગામે રાત્રીના અગ્નિતાંડવ બે મકાનો આગમાં થયા ભસ્મીભૂત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!