Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના સયાજીગંજમાં ગાંજા સાથે બે ઇસમો ઝડપાયા

Share

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં ચાની લારી પાસેથી પોલીસે રૂ.અઢી હજારની કિંમતના 224 ગ્રામ ગાંજા સાથે બે કેરિયરને ઝડપી પાડ્યા છે.
મિશન ક્લીન હેઠળ સયાજીગંજ પોલીસની ટીમ પાનના ગલ્લા તેમજ ચાની લારીઓ પર ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન પરશુરામ ભઠ્ઠા પાસે ચાની લારી પાસે બે શકમંદ મળી આવ્યા હતા. પોલીસે બંનેને તપાસતા તેમની પાસે ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ પૈકી બુધ્ધના લક્ષ્મણ વાઘેલા (સંત કબીર નગર, પરશુરામ ભઠ્ઠો, સયાજીગંજ) પાસેથી 164 ગ્રામ ગાંજો તેમજ તેના વેચાણના રૂ.1200 મળી આવ્યા હતા. પોલીસે તેનો મોબાઇલ પણ કબજે કર્યો હતો. જ્યારે આબીદશા હબીબશા (ફરહદ કોમ્પ્લેક્સ પરશુરામ ભઠ્ઠો, સયાજીગંજ) પાસેથી 56 ગ્રામ ગાંજો તેમજ વેચાણના રોકડા રૂ.6,815 મળી આવ્યા હતા. પોલીસે તેનો પણ મોબાઈલ કબજે કરી ગાંજાનો જથ્થો ક્યાંથી લાવતા હતા અને કોને કોને આપતા હતા તે બાબતે તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ભંગારનાં ગોડાઉનોમાં ભીષણ આગથી અફરાતફરી, ૫ થી વધુ ફાયરની મદદથી આગ પર મેળવાયો કાબુ.

ProudOfGujarat

“બેટી બચાઓ અને બેટી પઢાઓ” ફક્ત એક સૂત્ર કે વાસ્તવિકતા? ખાનગી એકમોમાં થતા લિંગ ભેદનો વિરોધ કરી ઉચ્ચ સ્તરે ફરિયાદ કરાઈ

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહને સૂત્રધાર તરીકે લઈને રેડિયો વન પર #1 ટ્રાવેલ શો – ‘ગેટ સમ સન’ રજૂ કરે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!