Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની નૂતન વિદ્યાલયનાં આચાર્યએ ડસ્ટર વડે મારતા વિદ્યાર્થીને હાથ પર ફ્રેકચર

Share

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી નૂતન વિદ્યાલયમાં ધો.8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્કૂલના આચાર્યાએ ડસ્ટર મારતા ફ્રેકચર થઈ ગયુ હોવાનો આરોપ વિદ્યાર્થીની માતાએ મુકયો છે.

સુભાનપુરા વિસ્તારમાં જ રહેતા અને નૂતન વિદ્યાલયમાં ધો.8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની માતાએ કહ્યુ હતુ કે, ગઈકાલે સ્કૂલમાં મારા પુત્રથી બેન્ચ પર વ્હાઈટનર ઢોળાઈ ગયુ હતુ. તે સમયે આચાર્યા હેતલબેન પટેલ રાઉન્ડમાં નિકળ્યા હતા અને તેમને કોઈએ આ વાત કહી હતી. મારો પુત્ર બેન્ચ પર વ્હાઈટનર સાફ પણ કરી રહ્યો હતો અને તે જ વખતે ક્લાસમાં આવીને મેડમે તેના હાથ પર ઉપરા છાપરી ડસ્ટર માર્યુ હતુ. જેના કારણે તેને હાથ પર ઈજા થઈ હતી.

Advertisement

વિદ્યાર્થીની માતાના કહેવા પ્રમાણે તે ગભરાઈને પોતાના મિત્રના ઘરે જતો રહ્યો હતો અને ત્યાં તેણે હાથ પર બરફ પણ લગા્ડયો હતો. તે મોડે સુધી ઘરે નહીં આવતા અમે ગભરાઈને શોધખોળ પણ કરી હતી. જોકે સાંજે તે ઘરે આવ્યો હતો તેણે અમને ડસ્ટર વડે આચાર્યાએ માર્યો હોવાનુ કહ્યુ હતુ. બાદમાં અમે તેને ગોત્રી હોસ્પિટલ લઈ ગયા હતા. ડોકટરોએ તેને ફ્રેક્ચર થયુ હોવાનુ કહ્યુ હતુ. મારા પુત્રને હાથ પર પ્લાસ્ટર પણ મારવુ પડ્યુ છે.

વિદ્યાર્થીની માતાએ કહ્યુ હતુ કે, હું એકલા હાથે બીજાના ઘરોમાં કચરા પોતા કરીને મારા બે સંતાનોને ભણાવી રહી છું અને આજે મારે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. હું મેડમની સામે પોલીસ ફરિયાદ કરવા માટે ગોરવા પોલીસ મથકે જઈ રહી છું. જેથી કરીને કાર્યવાહી થાય અને બીજા કોઈ વિદ્યાર્થીને આ રીતે માર ના ખાવો પડે.


Share

Related posts

ભાવનગર GST કૌભાંડમાં SITની ટીમે વધુ 13 આરોપીઓની ધરપકડ કરી

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રતનપુર નજીક ટ્રકે રીક્ષાને અડફેટે લેતા બે વ્યક્તિઓને ઇજા.

ProudOfGujarat

ગુજરાત સરકાર દ્રારા તમામ શાળા-કોલેજોમાં નવરાત્રી વેકેશનની કરાઇ જાહેરાત, શિક્ષણપ્રધાન વિભાવરીબેન દવેએ કરી જાહેરાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!