આજે વડોદરા શહેરમાં જુદી જુદી કંપનીઓના HR અને IR અધિકારીઓનો એક ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની માહિતી આપતા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે આજેના કાર્યક્રમમાં લાર્સન ટુબરો, એલ એમ વિન્ડ પાવર, સેબિક ઇન્ડીયા, GSFC, INOX, ERDA, Deepak Nitrate, Ashita consultant તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ટ્રેનર અને કોચ સંજય સુથાર સાહેબે આખા દિવસ જુદાં જુદાં સેશન તથા રમતગમત રમાડી ઇન્ડસ્ટ્રીયલ રિલેશન શિખવાડ્યું હતું.
ડે.મેયર નંદા બેન જોષી તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો હિતેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે આપણા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ દેશને Five Trillion Economy બનાવવા નો સંકલ્પ લીધો છે. આપડે ત્રણ મિલિયન સુધી પહોંચી ગયા છે અને પાંચ મિલિયન ઈકોનોમી બનાવવામાં તમે બધા HR Manager ખુબ મોટું યોગદાન આપી શકો છો. CSR activities ને વધારે મજબુત બનાવી શકો છો.
વડોદરામાં હ્યુમન રિસોરસ અને ઈન્ડસ્ટ્રીયલ રિલેશનનો વર્કશોપ યોજાયો.
Advertisement