વડોદરા નજીક આવેલા દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં દિપડો દેખાતા દહેશતનો માહોલ ઉભો થયો હતો. વનવિભાગે દિપડાને પાંજરે પુરવા મારણ મુકીને કાર્યવાહી હાથ ધરી છે. એરફોર્સ સ્ટેશન પાછળ પસાર થતી કેનાલ તેમજ એરફોર્સ સ્ટેશનમાં દીપડાના ફુટપ્રિન્ટ પણ મળી આવ્યાં હતા. જ્યારે દિપડો હોવાની જાણ થતા જ એરફોર્સ સ્ટેશનના કર્મચારીઓ અને વનવિભાગની ટીમો દ્વારા સ્ટેશનની અંદર દિપડો છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. 22 ફેબ્રુઆરીના રોજ સવારે 4:30 કલાકે દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાંથી દિપડો દેખાયો હોવા અંગે એક ફોન આવ્યો હતો. અમારી ટીમ એરફોર્સ સ્ટેશન પહોચી હતી. જ્યાં દિપડાના ફુટ પ્રિન્ટ જોવા મવ્યાં હતાં. તેમજ એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓએ પણ દિપડો જોવા મળ્યો હોવાની પુષ્ટિ કરી હતી. ફુટપ્રિન્ટ તેમજ કર્મચારીઓ દ્વારા દિપડાને જોયો હોવાની બે તરફની પુષ્ટિ થતા જ વનવિભાગને આ અંગે જાણ કરી દેવામાં આવી હતી.
દિપડો દેખાતા દરજીપુરા અને આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેથી વનવિભાગે પાંજરા મુક્યા હતા. ગત રાત્રે દિપડો પકડાઈ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વનવિભાગે દિપડાને વન્ય વિસ્તારમાં છોડી દીધો હતો.