વડોદરા શહેરમાં એક કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. મૃતકમાં પતિ-પત્ની સહિત ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ તમામ મૃતદેહોને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી અકસ્માતની ઘટના બની રહી છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના વડોદરાના અટલાદર પાદરા રોડ પર બની છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ એક રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારને કાળ ભરખી ગયો હતો. આ અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળા ઉમટ્યા હતા. અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથધરી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા હતા જ્યારે બે બાળકોને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યા હતા.