ભરૂચ જિલ્લાના પાલેજથી દોઢ કિમીનાં અંતરે આવેલા વડોદરા જિલ્લાના સરહદી ગામ સાંસરોદ ખાતે મહાત્મા ગાંધી મેદાન પર કરજણ – શિનોર – પોર બેઠકના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મુકાઇ હતી. અક્ષય પટેલે ટોસ ઉછાળી ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું. પ્રથમ મેચ સાંસરોદ અને કોલીયાદ ગામની ટીમો વચ્ચે રમાઇ હતી.
ત્યારબાદ પ્રથમ બોલ રમી મેદાનનું લોકાર્પણ કરાયું હતું. ધારાસભ્ય અક્ષય પટેલે મિડીયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી મેદાન પર આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં અલગ અલગ ગામની ટીમો ભાગ લેશે તેમજ મેદાન ઉત્તરોત્તર પ્રગતિ કરે અને જે કંઇક પણ જરૂરિયાત ઊભી થશે તે માટે હું મદદરૂપ બનીશ.
આ પ્રસંગે ગામના સરપંચ ઇસ્માઇલ ગટા, કોલીયાદ ગામના સરપંચ અશ્વિન પટેલ, ઐયુબ બાવલા, હુસૈન સાલેહ, હૈદર કોચા, સઈદ મઠિયા, તેમજ વિદેશથી માદરે વતન પધારેલા સફરીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ : કરજણ
વડોદરા : કરજણ તાલુકાનાં સાંસરોદ ગામમાં મહાત્મા ગાંધી મેદાન પર ધારાસભ્ય અક્ષય પટેલનાં હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મુકાઇ હતી…
Advertisement