ભારતીય બહુરાષ્ટ્રીય અને વિશ્વની અગ્રણી ક્રાયોજેનિક લિક્વિડ સ્ટોરેજ, ડિસ્ટ્રિબ્યુશન અને રી-ગેસ સોલ્યુશન્સ પ્રદાતાઓમાંની એક, INOXCVAએ આજે ગુજરાત સરકાર સાથે સાવલી, વડોદરા ખાતે નવી ક્રાયોજેનિક ટેન્કના ઉત્પાદનની સુવિધા સ્થાપવા માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં એક સમારોહ દરમિયાન એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલોમાં સ્વચ્છ અને શુદ્ધ લિક્વિડ મેડિકલ ઓક્સિજન સ્ટોરેજ સુવિધાની ઉભરતી જરૂરિયાત સાથે, INOXCVA સાવલી, વડોદરા ખાતે નવો પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરી રહ્યું છે. નવી અત્યાધુનિક ઉત્પાદન સુવિધા દ્વારા લિક્વિડ મેડિકલ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક અને અન્ય ક્રાયોજેનિક અને નોન-ક્રાયોજેનિક સ્ટોરેજ સાધનોનું ઉત્પાદન કરશે.
સાવલી, વડોદરામાં INOXCVA ના નવા પ્રોજેક્ટમાં રૂ.200 કરોડનું નોંધપાત્ર રોકાણ જોવા મળશે અને તે 30 એકર જમીનમાં ફેલાયેલ હશે. પ્રોજેક્ટ આસપાસના વિસ્તારોમાંથી ઓછામાં ઓછા 500 લોકો માટે રોજગારીની તકો પેદા કરશે, જે સ્થાનિક અર્થતંત્રમાં યોગદાન આપશે તેવી અપેક્ષા છે. હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટેની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, કંપની આ પ્રોજેક્ટને વહેલામાં વહેલી તકે સાકાર કરવા માટે વાઈબ્રન્ટ ગુજરાત પહેલ દ્વારા ગુજરાત સરકારનો ટેકો મેળવવા માંગે છે. INOXCVAનો ઉદ્દેશ્ય દૂરસ્થ પ્રદેશો સહિત દેશભરની તમામ હોસ્પિટલોને લિક્વિડ મેડિકલ ઓક્સિજન સ્ટોરેજની સુવિધા પૂરી પાડવાનો છે.
ઐતિહાસિક એમઓયુ પર હસ્તાક્ષર કરવા વિશે વાત કરતાં, INOXCVA ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સિદ્ધાર્થ જૈને જણાવ્યું હતું કે, “વડોદરામાં આ અદ્યતન ક્રાયોજેનિક ટેન્કના ઉત્પાદનની સુવિધા સ્થાપવા માટે ગુજરાત સરકાર તરફથી અદ્ભુત સમર્થન પ્રાપ્ત કરવા બદલ અમે ગર્વ અનુભવીએ છીએ. અમે ભારતમાં હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે પ્રતિબદ્ધ છીએ અને સારી ગુણવત્તા વાળું સ્ટોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોસ્પિટલોમાં સ્વચ્છ અને શુદ્ધ લિક્વિડ મેડિકલ ઓક્સિજન સ્ટોરેજ સુવિધા પૂરી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. રૂ.200 કરોડના રોકાણની શરૂઆત કરવા ઉપરાંત, આ નવી સુવિધા રાજ્યમાં ઓછામાં ઓછા 500 લોકો માટે રોજગારીની તકો ઊભી કરશે. અમે અમારી સફરમાં આ નવા સીમાચિહ્નની રાહ જોઈ રહ્યા છીએ.”