વડોદરા શહેરના ચાર દરવાજા અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં લોકો વીજ ચોરી કરી રહ્યા હોવાની જાણકારી મળ્યા બાદ મધ્ય ગુજરાત વીજ કંપનીએ ફરી એક વખત આ વિસ્તારોમાં ચેકિંગની શરૂઆત કરી છે.
આજે શહેરના પાણીગેટ સબડિવિઝન હેઠળ આવતા કહાર મહોલ્લા, પાણીગેટ રોડ, બાવામાન પુરા, કાગડા ચાલ તેમજ તાઈવાડા વિસ્તારોમાં વીજ કંપનીના કર્મચારીઓના ધાડે ધાડા પોલીસ તેમજ એસઆરપીને સાથે રાખીને ચેકિંગ માટે ઉતર્યા હતા.કુલ મળીને 24 ટીમો દ્વારા વીજ ચેકિંગના ભાગરૂપે 596 જોડાણોનુ ચેકિંગ કરવામાં આવ્યુ હતુ અને તેમાં 31 જોડાણોમાં વીજ ચોરી જોવા મળી હતી.વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ જોડાણોમાં 25 લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ છે. આ ગ્રાહકોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Advertisement