Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાનાં વલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવીડ -૧૯ રસીકરણ અંગેનું ડ્રાય રન યોજાયું જેમાં રસીકરણ અંગેનું મોકડ્રિલ કરાયું.

Share

કરજણ તાલુકાનાં વલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવીડ -૧૯ રસીકરણ અંગેનું ડ્રાય રન યોજાયું હતું, જેમાં રસીકરણ અંગેનું મોકડ્રિલ કરાયું હતું. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આવનારા સમયમાં કોરોના વેક્સિન મૂકવામાં આવનાર છે. ખૂબ મોટી સંખ્યામાં રાજ્યના તમામ નાગરિકોને કોરોના વેક્સિન મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કોરોના વેક્સિન મુકવાના સમય દરમિયાન પડતી મુશ્કેલીઓને સમજી શકાય તેવા હેતુથી વડોદરા જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જીલ્લાના કરજણ તાલુકાના વલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડ્રાય રન યોજવામાં આવ્યું હતું.

ડ્રાય રન સમયે ડૉ. અખિલેશ મિશ્રા, વલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં અધિકારી ડૉ. બિરેન્દ્ર ચૌધરી, વલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ આરોગ્ય ઓફિસર તસવ્વુર રાઠોડ, આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તેમજ વલણ ગ્રામ પંચાયતના સરપંચ રમણ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

વિધાનસભા ઝઘડિયા બેઠક માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉર્મિલાબેન ભગતની પસંદગી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ શહેરના જીઆઇડીસીમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા 10 મું ભગવાન જગન્નાથજી રથયાત્રા ઉત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે

ProudOfGujarat

કોસંબા પાસે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં નવજીવન એક્સપ્રેસ ટ્રેન પાલેજ ખાતે થોભાવાતા મુસાફરો હાલાકીમાં મૂકાયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!