Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા કોર્પોરેશનના ક્લાર્કને રૂ.8000 ની લાંચ લેતા ACB એ ઝડપ્યો

Share

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 13 માં ફરજ બજાવતા ક્લાર્ક ભરત દિનકર શાહ આજે બપોરે રૂ.8,000 ની લાંચ લેતા એન્ટી કરપ્શન વિભાગના અધિકારીઓના હાથે ઝડપાઈ ગયા હતા.

દાંડિયા બજાર વિસ્તારની માલિકીની મિલકતમાં વર્ષ 2009 થી ખરીદ કરી હતી તેમ છતાં મિલકતમાં ભાડુઆત પ્રમાણેની આકારણી કરવામાં આવતી હતી જેને કારણે મકાન માલિકે કોર્પોરેશનમાં અવારનવાર મકાન માલિક તરીકેનું નામ ઉમેરવા રજૂઆત કરી હતી દરમિયાનમાં મકાન માલિકના મિત્ર જગદીશભાઈ શાહને નામ ફેર કરવા અને ભાડાની આકારણી થતી બંધ કરવા કોર્પોરેશનમાં કામગીરી કરાવવાની જવાબદારી સોંપી હતી જે આધારે જગદીશભાઈ એ વોર્ડ નંબર 13 ના ભરતભાઈ શાહ સાથે સંપર્ક કર્યો હતો અને વર્ષ 2009 થી ભાડાની આકારણી થઈ રહી છે તેમાં માફી આપવા અને મકાન માલિક તરીકે ની આકારણી કરવા લેખિતમાં રજૂઆત કરી હતી જે કામગીરી કરવા માટે ભરત સાહેબ રૂ.12,000 ની માંગણી કરી હતી અને ભાડાની આકારણીમાં વર્ષ 2017 થી માફી આપવા જણાવ્યું હતું આખરે રૂપિયા 9000 આપવાનું નક્કી થતાં જગદીશભાઈએ એન્ટી કરપ્શન વિભાગનો સંપર્ક કર્યો હતો.

Advertisement

આજે બપોરે એન્ટીકરપ્શન વિભાગે રાજમેલ રોડ કાશી વિશ્વનાથ મંદિર સામે તોપની સામે દરવાજા પાસે છટકું ગોઠવ્યું હતું અને જગદીશભાઈ પાસે વોર્ડ નંબર 13 ના કર્મચારી ભરત દિનકર શાહ નાણાં લેવા આવ્યા ત્યારે રૂપિયા 8000 લેતા તેઓને ઝડપી પાડ્યા હતા.


Share

Related posts

લીંબડી નળકાઠામા ધારાસભ્ય ની મુલાકાત

ProudOfGujarat

SC-ST એટ્રોસીટી એક્ટ અંગે નામદાર સુપ્રીમકોર્ટ ના ચુકાદાના બહાના હેઠળ જીલ્લા પોલીસવડા ભરૂચ ના પરિપત્રના વિરોધ તથા પરિપત્ર રદ કરવા બાબતે ભીલસ્થાન ટાઇગર સેના દ્વારા આવેદન પત્ર પાઠવાયું હતું……………..

ProudOfGujarat

વડોદરા-પત્નીએ છાત્રાને ઘરે બોલાવી બારણું બંધ કર્યું અને પતિએ દુષ્કર્મ આચર્યું..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!