Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ – શિનોર પોલીસ દ્વારા ઝડપી પાડેલા એક કરોડ ઉપરાંતના દારૂનો જથ્થો નાશ કરાયો.

Share

વડોદરા જિલ્લાના કરજણ તેમજ શિનોર પોલીસ મથકની હદમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ઝડપી પાડેલા દારૂનો જથ્થાનો બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. કરજણ પ્રાંત અધિકારી, વડોદરા ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષકની હાજરીમાં દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

કરજણ પોલીસ મથક તેમજ શિનોર પોલીસ મથક મળી બન્ને પોલીસ મથકમાં છેલ્લા બે વર્ષ દરમિયાન પોલીસે એક કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઝડપી પાડેલા દારૂના જથ્થાને એક ખુલ્લા મેદાનમાં પાથરી દઇ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ પોલીસ દ્વારા અવારનવાર દારૂના જથ્થા ઝડપી પાડી બુટલગરો પર સકંજો કસાયો છે. જેના કારણે મોટી માત્રામાં દારૂ ઝડપાઈ રહ્યો છે. ગેરકાયદેસર દારૂ બાબતે પોલીસે લાલ આંખ કરતા ગેરકાયદેસર દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

લુણાવાડામાં ગૌરક્ષાદળ અને શિવસેના દ્વારા પોલીસની મદદથી ચાર ગૌવંશને બચાવાયા

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર સહયોગ હોટલના કંમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂ તેમજ બિયર ભરેલ આઈસર ટેમ્પો ઝડપાયો

ProudOfGujarat

નબીપુર રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં કપાઈ જતા યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!