Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા પોર હાઇવે પર ચાર વાહન વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ લોકો ઇજાગ્રસ્ત

Share

વડોદરાના પોરમાં નેશનલ હાઈવે પર બનેલા બ્રિજ પર વિચિત્ર અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા છે. હાઈવે પર એક સાથે ચાર વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કુલ 5 લોકો ઘાયલ થયા છે, જેમાં બસના ડ્રાઈવર તથા ક્લિનરનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની ઘટના બાદ સ્થાનિક તથા પોલીસ લોકોની મદદ માટે દોડી આવી હતી.

અકસ્માતનો ભોગ બનેલી બસ સર્વિસ રોડ પર બનેલી રેલિંગ તોડીને તેના પર અધવચ્ચે લટકી ગઈ હતી. આ અકસ્માતમાં તમામના જીવ બચી ગયા છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો બનાવના સ્થળ પર પહોંચ્યો હતો હવે આ બનાવ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

વડોદરા હાઈવે પર એક સાથે ચાર વાહન વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બે આઇસર અને એક ટ્રક તથા એક લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં લક્ઝરી બસમાં સવાર તમામ પ્રવાસીઓનો બચાવ થયો છે. અકસ્માતમાં બસના ડ્રાઈવર અને ક્લીનરને હાથ-પગે ઈજા થઈ હતી. અકસ્માતની ઘટનામાં કુલ પાંચ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ લકઝરી બસ અને ટ્રક પોર ગામના સર્વિસ રોડની રેલીગ તોડીને અધવચ્ચે લટકતી જોવા મળી હતી. વરણામા પોલીસ તથા પોર ગામના લોકોએ ભેગા મળી કલાકો સુધી રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ ઇજા પામનારને પોર રેફરલ હોસ્પિટલ ખસેડયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ-બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતી મામલે યુવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પૂતરા દહન કરવા જતાં સર્જાયું ઘર્ષણ.

ProudOfGujarat

ઝઘડિયા : રાજપારડી જીએમડીસીના સિક્યુરીટી કર્મચારીઓ અનિયમિત પગાર અને પીએફના મુદ્દે હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

ભરૂચનાં પોલીસ કર્મચારીનું અવસાન થતાં પોલીસ તંત્ર દ્વારા સલામી અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!