Proud of Gujarat
FeaturedGujaratINDIA

ફોર્ડ ઇક્કોસ્પોર્ટ કારમાં દારૂનો જથ્થો લાવતા 2 ઇસમોની વડોદરા PCB એ કરી અટકાયત

Share

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ મોટી માત્રામાં દારૂનું વેચાણ થતું હોય છે ત્યારે વડોદરા શહેરમાં ફરી એકવાર પીસીબી દ્વારા બે ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે ઇક્કોસ્પોર્ટ કારની અંદર મોટી માત્રામાં દારૂ વડોદરા શહેરની અંદર લાવવામાં આવી રહ્યો છે ત્યારે બાતમીના આધારે આજવા ચોકડી પાસે ફોર્ડ ઇક્કોસ્પોર્ટ ગાડી પકડવામાં આવી હતી અને ગાડીની તપાસ કરતા ગાડીમાં 72 જેટલી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જેમાં ભાવેશ કહાર અને ચંદ્રકાંત કહારની અટકાયત પીસીબી દ્વારા કરવામાં આવી હતી. 72 બોટલ, 4 મોબાઈલ ફોન અને ફોર્ડ ઇક્કોસ્પોર્ટ મળીને કુલ રૂ. 5,50,800/- નો મુદ્દામાલ PCB દ્વારા જપ્ત કરવામાં આવ્યો.

Advertisement

Share

Related posts

ભરૂચ : વેલ્ફેર હોસ્પિટલ ટ્રસ્ટનાં સહયોગથી અને ભરૂચ જિલ્લા પંચાયતનાં સદસ્ય શકીલભાઈ અકુજીનાં પ્રયત્નોથી માદરે વતન જતાં શ્રમિકોને ફૂડ પેકેટ વગેરે વસ્તુઓ આપી હતી.

ProudOfGujarat

અંકલેશ્વર કોર્ટ સંકુલ પાસે આવેલ પટેલ ટિમ્બર માર્ટમાં વીજ ડીસ ટીવીની કામગીરી કરવા આવેલ યુવાનને વીજ કરંટ લાગતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો

ProudOfGujarat

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બે ગામની શાળા મર્જ કરાતા વિરોધ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!