ગુજરાત સરકાર દ્વારા જંત્રીના ભાવો બમણા કરવામાં આવ્યા છે, જેને લઈને ગરીબ અને માધ્યમ વર્ગના લોકો માટે ઘર લેવું મુશ્કેલ બની શકે છે, જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષી નેતા અમી રાવત, અને કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહિયા હતા અને જંત્રીમાં ભાવો ઘટાડવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા અચાનક આ નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈને કોંગ્રેસ આ નિર્ણયને પ્રજા વિરોધી અને તઘલખી ગણી રહી છે અને તાત્કાલિક સરકાર આ નિર્ણય પાછો લે તેવી માંગ કરી છે.
Advertisement