વડોદરાનાં કરજણ તાલુકાના કલા શરીફ ખાતે ૨૭ મી રકતદાન શિબિર યોજાઇ હતી, સમગ્ર કાર્યક્રમ સોશ્યલ ડિસ્ટન્સ સાથે સંપન્ન થયો હતો. ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ દ્વારા ૨૭ મી રકતદાન શિબિર સૂફી સંત ફૈઝ એકેડમી સ્કૂલ કલ્લા ખાતે યોજાયો હતો. જેમાં 262 યુનિટ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. બ્લડ વડોદરાની જલારામ બ્લડ બેન્ક અને ભરૂચની રેડ ક્રોસ સોસાયટીને અર્પણ કરવામાં આવ્યું હતું. રકતદાન શિબિરની સાથે સમાજની જરૂરિયાતને ધ્યાને રાખી ફૈઝ મેરેજ બ્યુરોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
સંસ્થાના ફાઉન્ડર સૂફીએ મિલલ્ત અલ્હાજ સૈયદ, મુસ્તાકઅલી બાવા સાહેબ, મેનેજીંગ ટ્રસ્ટી ખલીફએ સૂફીએ મિલલ્ત સૈયદ અબ્દુલવાહીદઅલી બાવા સાહેબ અને સૈયદ કલીમઅતહર બાવાસાહેબ, પ્રમુખ યુનુસભાઈ અમદાવાદી, સેક્રેટરી બસીરભાઈ પટેલ તેમજ સંસ્થાના ટ્રસ્ટી રફીકભાઈ શેખ, મોઇનભાઈ શેખ, યુનુસભાઈ જફરૂલ્લાભાઈ ઘોરી તેમજ ફૈઝ યંગ સર્કલના વિવિધ ગામના જવાબદાર મેમ્બર અને ફૈઝ યંગ સર્કલના મેમ્બરોએ બ્લડ ડોનેશન કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. કોવિડ – 19 ને ધ્યાનમાં રાખી સમગ્ર પ્રોગ્રામ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ કરી સરકારની ગાઈડલાઈનનું પાલન કરી સમગ્ર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
યાકુબ પટેલ : કરજણ
વડોદરા : કરજણ તાલુકાનાં કલા શરીફ ખાતે ૨૭ મી રકતદાન શિબિર યોજાઇ હતી.
Advertisement