ગાંધીનગર ગુજરાતમાં એવું કહેવામાં આવતું હોય છે કે ગુજરાત ડ્રાય સ્ટ્રેટ છે જ્યાં દારૂનું વેચાણ પર પ્રતિબંધ પહેલાથી જોવા મળ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક અંદર ખાનેથી મોટી માત્રામાં વિદેશી દારૂ ગુજરાતમાં આવતું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે કારણ કે ગુજરાત ભરમાં દારૂ પર તો પ્રતિબંધ છે પરંતુ ગુજરાતની પોલીસ વારંવાર મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ગુજરાતમાંથી પકડતી હોય છે. વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનું વેચાણ કરનાર બે લોકોની અટકાયત સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી.
સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવાની સૂચના આધારે સ્ટાફના માણસો પેટ્રોલિંગમા હતા દરમિયાન તેમણે બાતમી મળી હતી કે ગણેશનગર ઝૂંપડપટ્ટી પાછળ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે બાતમીના આધારે તે જગ્યા પર રેડ કરતા બે લોકોની અટકાયત સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી. જેમાં શકીલ શેખ અને જશીબેન ઠાકોર જેવો સ્થળથી મળી આવ્યા હતા અને તેમની અટકાયત સયાજીગંજ પોલીસ દ્વારા કરવામાં આવી હતી સાથે જ અર્જુન ઠાકોરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તેઓ પાસેથી આઠ જેટલી ભારતીય બનાવટની વિદેશી દારૂ મળી આવી હતી. વિદેશી દારૂની બોટલ અને મોબાઈલ ફોન સાથે રોકડ રૂપિયા મળીને 6,000 નો મુદ્દામાલ સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા કબજે કરવામાં આવ્યો હતો.