Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ

Share

ગાંધીના ગુજરાતમા સામાન્ય રીતે તો દારૂ બંધી છે પરંતુ એ બંધી સામાન્ય રીતે કાગળ પર જ હોય તેમ લાગે છે કારણ કે આજે પણ કેટલાય સ્થળ ઉપર માંગો તે બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતો હોવાની ચર્ચા ખુદ તેનું સેવન કરતા લોકો જ કહી રહ્યા છે, ત્યારે ફરી એકવાર વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો હતો.

વાઘોડિયા રોડના ચંદ્રનગર ખાતે રહેતો શિવમ કહાર દારૂનું વેચાણ કરતો હોવાથી વિગતોને પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડયો હતો. પોલીસ ઘરમાં જાય તે પહેલા તેના કમ્પાઉન્ડમાંથી જ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે શિવમ કહારે મંગાવેલી રૂ 90 હજાર ની કિંમતની દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે એક મોબાઇલ પણ કબજે કર્યો હતો.

Advertisement

Share

Related posts

A Great Feedback From an Army Veteran on Supreme Court’s Order on Human Rights in Kashmir

ProudOfGujarat

રાજ્યનાં શ્રેષ્ઠ શિક્ષક અનિલ મકવાણાની કોરોનામાં અનોખી સેવા…જાણો.

ProudOfGujarat

પાનોલી જી આઇ ડી સી ના પ્રદુષિત પાણી વનખાડી માં જતા વનખાડી પ્રદુષિત બની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!