ગતરોજ સમિતિ સભાખંડ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાની મિશન સ્કૂલસ ઓફ એક્સેલન્સમાં સમાવેશ ન થયેલી શાળાઓના અન્ય શાળાથી પાછળ ન પડે અને વિદ્યાર્થીઓને મુળભુત સુવિધા મળી રહે તે માટે શિક્ષણ સમિતિ દ્વારા કા.અધ્યક્ષ, શાસનાધીકારી તથા સભ્યો દ્વારા એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી.
આ ઉપસમિતિમાં જે તે શાળાની જરૂરિયાત ધ્યાને રાખી મહત્વપુર્ણ નિર્ણયો લેવામાં આવ્યા અને શક્ય એટલા વહેલા તમામ શાળાઓમાં સુવિધાનું નિર્માણ થાય તે માટે રોડ મેપ બનાવવામાં આવ્યો. જેના મુખ્ય બિંદુ નીચે મુજબ છે:
૧) કુલ ૪ શાળાઓના ટોઈલેટ બ્લોકનું પુન: નિર્માણ કરવું.
૨) મધ્યસ્થ સમિતિ ખાતે હયાત ઐતિહાસિક મધ્યસ્થ પુસ્તકાલય કે જેમાં ૭૦-૧૦૦ વર્ષ જુના પુસ્તકો હાજર છે એમને ડીજીટાઈઝ કરી નવા પુસ્તકાલયનું નિર્માણ કરવું.
૩) સમિતિની શાળાઓમાં અનિવાર્ય ફર્નિચર જેવા કે બેંચીસ, ટેબલ, ખુરશી, તિજોરીને લગતા જરૂરી સામાનની ખરીદી કરી જે તે શાળાની જરુરીયાત મુજબ ફાળવણી કરવી.
૪) જે શાળાઓમાં રંગરોગાન તથા સામાન્ય દુરસ્તીની જરુરીયાત હોય એ પુરી કરવી.
૫) મધ્યાહ્ન ભોજન માટેની ડીશોની ખરીદી કરી જરુરીયાત મુજબ શાળાઓને ફાળવણી કરવી.
સમગ્ર બેઠક દરમિયાન અગાઉથી શાળાઓની જરુરીયાત મુજબનું ચેકલિસ્ટ બનાવી સર્વે સભ્યો સમક્ષ મુકી મુદ્દાસર ચર્ચા કરવામાં આવી જેથી જરુર પ્રમાણે બજેટનો મહત્તમ હેતુ સર ઉપયોગ થઈ શકે.