રૂપિયા 100 કરોડની કિંમતની સરકારી જમીન હડપ કરી તેના પર વ્હાઇટ હાઉસ નામની વૈભવી બંગલો તથા મકાન બનાવી વેચી દેવાના કૌંભાડમાં તાજેતરમાં ક્રાઈમ બ્રાન્ચે લેન્ડગ્રેબિંગ સંજયસિંહ બચુસિંહ પરમાર લક્ષ્મીબેન પરમાર અને શાંતાબેન ઉર્ફે ગજેરાબેન રાઠોડ વિરોધ ગુનો નોંધ્યો હતો અને ત્રણે આરોપીઓની ધડપકડ કરી જેલના હવાલે કર્યા હતા. આરોપી સંજય સિંહ પરમારે 53 પ્લોટ પાડીને વેચાણ કર્યા હતા જે પૈકીના 27 પ્લોટના દસ્તાવેજોની નોંધણી કરનાર સબ રજીસ્ટરનો નિવેદન નોંધ્યું હતું તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી ટીડીઓ તેમજ જુનિયર ક્લાર્કની પણ પૂછપરછ કરાઈ હતી જેમાં સોમવારે ક્રાઈમ બ્રાન્ચ એ ફોર્મને લઈ શંકાના દાયરામાં રહેલ પાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગના સનાભાઇ તડવી નિર્મલ કથેરીયા અને સોહમ પટેલની ધરપકડ કરી હતી. આરોપી સંજય સિંહ પરમાર એફ ફોર્મ રજૂ કર્યું હતું તેમાં પાલિકાના ત્રણે કર્મચારીઓએ ઓનપેપર એન્ટ્રી કરવા મંજૂર કરવા અને ઇસ્યુ કરનાર તરીકે સહીઓ કરી હતી. પાલિકાના ધરપકડ કરાયેલ ત્રણ કર્મચારીઓ પૈકીના એક કર્મચારીની તબિયત લથડતા તેને સારવાર અર્થે વડોદરા ની સયાજી હોસ્પિટલમાં ખસેડાયેલ છે.
વડોદરા : લેન્ડ ગ્રેબીંગના કેસમાં પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના ૩ કર્મચારીની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ
Advertisement