વડોદરા શહેરમાં 70 વર્ષથી વધુ સમયથી 5000 થી વધુ MSME ઉદ્યોગો કાર્યરત છે. નંદેસરી જીઆઈડીસી, મકરપુરા જીઆઈડીસી, સાવલી જીઆઈડીસી, વાઘોડિયા જીઆઈડીસી તમામ ઉદ્યોગો વડોદરા શહેરની નજીક કાર્યરત છે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ, કાર મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ મોટે ભાગે વડોદરા શહેરમાં સ્થપાયેલી છે. ત્યારે વડોદરા શહેર ના છેવાડે આવેલ નંદેસરી જીઆઇડીસી વિસ્તારમાં આવેલ દિપક નાઈટ્રાઈટ કંપનીમાં ફરી એક વખત ગત મોડી રાત્રે આગ લાગતા લોકોમાં ફાફડાટ જોવા મળ્યો હતો અને ગ્રામજનોના જીવ તાળવે ચોટ્યા હતા. ઘટનાની જાણ થતા નંદેસરી ફાયરના નાશકરો સ્થળ પર દોડી ગયા હતા અને અડધો કલાકની જહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સૂત્રો અનુસાર એવું પણ કહેવાય છે કે અગાઉ કંપનીમાં જે સ્થળે બ્લાસ્ટ થયો હતો ત્યાં જ ફરી એક વખત આગની ઘટના સર્જાઈ હતી.
વડોદરા શહેર નજીક આવેલ નંદેસરી જીઆઈડીસી, મકરપુરા જીઆઈડીસી, સાવલી જીઆઈડીસી, વાઘોડિયા જીઆઈડીસી કાર્યરત છે. જેમાં વારંવાર આગ લાગવાની ઘટના જોવા મળતી હોય છે. કંપની ચાલક તેમના કંપનીના સાધનોનું મેન્ટેનન્સ નથી રાખતા? જેના કારણે આવા બનાવો વારંવાર સર્જાતા હોય છે. સરકારી અધિકારીઓ દ્વારા પણ તપાસ તો કરવામાં આવે છે પરંતુ આવી મોટી ઘટના કેવી રીતે સર્જાય છે એ એક મોટો પ્રશ્ન છે.
કોઈપણ કંપની કાર્યરત થતા પહેલા કંપનીને ફાયર બ્રિગેડ પાસેથી ફાયર એનઓસી લેવાની હોય છે. જેથી કંપનીમાં કોઈ બનાવ બને તો ફાયરના લાશકરો આવવાની પહેલા તેઓ તેનો ઉપયોગ કરી શકે. પરંતુ ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કોઈ ઘટના સર્જાયા બાદ જ સરકારી તંત્ર તેની કુંભકર્ણની નિદ્રા છોડતું હોય છે અને ત્યારબાદ જ ફાયર એનઓસી ની તપાસ કરે છે પરંતુ આવી તપાસ અને કાળજી અગાઉથી લે તો આવી મોટી દુર્ઘટના ચોક્કસપણે ટાળી શકાય.