ભારતના ઉદ્યોગ જગતમાં હાહાકાર મચાવનાર અદાણી સામે હવે કોંગ્રેસ મેદાનમાં ઉતર્યું છે, જે અંતર્ગત વડોદરા ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું દરમિયાન સયાજીગંજ પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 10 કરતા વધુ લોકોની અટકાયત કરી હતી, કોંગ્રેસનો આક્ષેપ છે કે હાલમાં આખો દેશ ખાસ કરીને મધ્યમ વર્ગ ભાજપ સરકારની રીતિ અને નીતિઓથી ચિંતિત છે. સામાન્ય માણસની મહેનતની બચતના ખર્ચે ભાજપ સરકાર તેમના નજીકના મિત્રો અને પસંદગીના અબજોપતિઓને ફાયદો થાય તેવી નીતિ અપનાવી રહી છે. અદાણી જૂથમાં એલઆઈસી અને એસબીઆઈ જેવી સરકારી સંસ્થાઓના અત્યંત જોખમી વ્યવહારો અને રોકાણોએ છેલ્લા કેટલાક દિવસોમાં કરોડો ભારતીયોના મહેનતની કમાણી કરેલી બચતને જોખમમાં મૂકી છે જેના વિરોધમાં કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે અને “ઇડી ચઢે અદાણી ના ઘર ની સીડી’ તેવી માંગ સાથે ધરણા પ્રદર્શન સાયજીગંજ વિસ્તારમાં યોજયું હતું જ્યાં પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 10 લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.
ઉદ્યોગ જગતમાં હાહાકાર મચાવનાર અદાણી સામે વડોદરા કોંગ્રેસ મેદાનમાં ઊતર્યું.
Advertisement