Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિદેશી શરાબના જથ્થા સાથે છોટાઉદેપુરથી વડોદરા આવેલ બે યુવક ઝડપાયા.

Share

વડોદરા શહેર વાડી પોલીસ મથકની ટીમ એ મળેલ માહિતીના આધારે છોટાઉદેપુરથી વિદેશી શરાબના જથ્થાની ડિલિવરી કરવા આવેલ બે યુવકોને ઝડપી પાડી વિદેશી શરાબનો જથ્થો કબજે કર્યો હતો. ઝડપાયેલ યુવકોની પૂછપરછમાં વિદેશી શરાબનો જથ્થો તરસાલી વિસ્તારમાં આપવાનો હતો અને શરાબનો જથ્થો છોટાઉદેપુરથી લાવ્યા હોવાની કબુલાત કરી હતી.

શનિવારે વડોદરા શહેર પોલીસની વાડી પોલીસ મથકની ટીમને માહિતી મળી હતી કે છોટાઉદેપુરથી બે યુવકો સોમા તળાવ ચાર રસ્તા વાયા તરસાલી ખાતે વિદેશી શરાબનો જથ્થો પહોંચાડવા આવનાર છે જે માહિતીના આધારે વોચ ગોઠવી વિદેશી શરાબના જથ્થા સાથે પસાર થઈ રહેલ બે યુવકોને ઝડપી પાડ્યા હતા. જેમની પૂછપરછમાં બન્ને યુવકના નામ રાજેશભાઇ ઉર્ફે રિન્કો સુમલાભાઇ રાઠવા અને સુમાભાઇ કેમતાભાઇ રાઠવા હોવાનું જણાઈ આવ્યું હતું અને વિદેશી શરાબનો જથ્થો વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા રાહુલ પરમાર આપવાનો હોવાની કબુલાત કરી હતી અને વિદેશી શરાબનો જથ્થો મધ્યપ્રદેશથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું, વાડી પોલીસે વિદેશી દારૂ સાથે બંને યુવકોની ધરપકડ કરી છે જ્યારે શરાબનો જથ્થો મંગાવનાર અને આપનારને વોન્ટેડ જાહેર કર્યા છે.

Advertisement

Share

Related posts

ગડખોલ ઓવરબ્રિજ પાસેથી જુગાર રમતા એક મહિલા સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

बनारस के बाद सांभर धान मंडी का रुख करेंगे अभिनेता रितिक रोशन!

ProudOfGujarat

કેવડીયા કોલોનીમાં ટેન્ટ સિટી-૧ માં લલ્લુજી એન્ડ સન્સ કંપની દ્વારા ગૌચરન જમીનમાં અનઅધિકૃત જગ્યામાં નવું બાંધકામ સ્વખર્ચે દૂર કરવાની હાથ ધરાયેલી કામગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!