Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં યુવતીની છેડતી કરતા વિધર્મી રોમિયોને ઝડપી પોલીસના હવાલે કરાયો.

Share

પોલીસ વિભાગની શી ટીમ દ્વારા રોડસાઈડ રોમિયોને ઝડપી પાડવા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવામાં આવી રહી છે. જેમાં શી ટીમની સરાહનીય કામગીરી જોવા મળી અને સફળતા પણ મળી દરેક રોમિયોમાં આ બાબતે ફફડાટ હતો પરંતુ કેટલાક રોમિયો પોલીસથી બેખોફ થઈને જાહેરમાં યુવતીઓની છેડતી કરતા હોવાના કિસ્સા હજુ પણ સામે આવી રહ્યા છે.

આજે વડોદરાના સલાટવાડામાં રહેતી યુવતી પર આજવા રોડ ખાતે આવેલ સુલેમાની ચાલ પાસે રહેતો વિધર્મી રોમિયો છેલ્લા ઘણા સમયથી સવારે નોકરી પર જઈ રહેલી યુવતીની છેડતી કરી તેની સાથે વાત કરવા દબાણ કરતો હતો. વિધર્મી રોમિયોના ત્રાસથી હેરાન થઇ ગયેલ યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરી હતી. ત્યારે આજરોજ યુવતી સવારે નોકરી પર જવા નીકળી ત્યારે વિધર્મી રોમિયોને પાઠ ભણાવવા યુવતીના પરિવારના સભ્યો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા યુવતીની પાછળ ગયા હતા જયારે યુવતી સલાટવાડા શાક માર્કેટ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે વિધર્મી રોમિયો ધસી આવ્યો હતો અને યુવતીને અટકાવી તેની સાથે જબરજસ્તી વાત કરવાની કોશિશ કરતો હતો તે સમયે યુવતીની પાછળ આવી રહેલા પરિવારના સભ્યો અને વીએચપીના કાર્યકર્તાઓ એ આવી વિધર્મી રોમિયોને ઝડપી પાડી મેથીપાક ચખાડી કારેલીબાગ પોલીસના હવાલે કર્યો હતો. કારેલીબાગ પોલીસની પ્રાથમિક તપાસમાં વિધર્મી રોમિયો આજવા રોડ ખાતે આવેલા સુલેમાની ચાલી નજીક રહેતો અલ્તાફ હોવાનું સામે આવ્યું છે પોલીસે રોડ રોમિયોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા નો નોરટીફાઇડ એરિયા ના હોલ ખાતે દક્ષિણ ગુજરાત લોક સરકાર નો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો

ProudOfGujarat

જાંબુઘોડાની આઈ.ટી.આઈ. ખાતે રોજગાર ભરતી મેળો અને સ્‍વરોજગાર શિબિર યોજાશે

ProudOfGujarat

સુરતના કાપડ ઉદ્યોગ ના પ્રશ્નો ઉકેલની એકદમ નજીક, ટૂંક સમયમાં જ મહત્વની જાહેરાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!