Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાનાં મંજુસર રોડ પર 2 અજાણ્યા ઈસમો દ્ધારા ફાયરિંગ કરી યુવકની હત્યા કરતાં ચકચાર.

Share

વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલ મંજુસર રોડ પર ધોળે દાડે ફાયરિંગ કરી યુવકની હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે બનાવની જાણ થતાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

સાવલી મંજુસર રોડ પર ધોળે દાડે અજાણ્યા બાઈક સવાર બે યુવકોએ અન્ય એક યુવકને ગોળી મારી હત્યા કરી અજાણ્યા બાઇક સવાર આરોપીઓ ફરાર થઇ ગયા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા અને મૂળ દિલ્હીના 30 વર્ષીય વિશ્વજીત પર ફાયરિંગ કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. સાવલી મંજુસર રોડ પર બનેલા બનાવમાં ફાયરિંગ કરનાર ઈસમો બાઈક પર આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ધોળે દહાડે યુવકને ગોળી મારીને હત્યા કરવાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો.

Advertisement

Share

Related posts

રાજપીપળા ખાતે જિલ્લા કલેક્ટરને ૬ ગામના અસરગ્રસ્તોએ આવેદનપત્ર આપ્યુ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં કપડાંની દુકાનમાં કપડાં ચોરી કરી ગઠિયો ફરાર…

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પંચાયતની કારોબારીની બેઠકનું થયેલ આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!