Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : સ્ટર્લીંગ હોસ્પિટલમાંથી દવાઓ તથા ઇન્જેક્શનની ચોરી કરતો કર્મચારી ઝડપાયો

Share

વડોદરાની સ્ટર્લીંગ હોસ્પિટલમાંથી દવાઓ તથા ઇન્જેક્શનની ચોરી કરી પોતાની બેગમાં લઈ જતા હોસ્પિટલના જ કર્મચારીને ફરજ પરના હોદ્દેદારોએ ઝડપી પાડી ગોત્રી પોલીસના હવાને કર્યો હતો.

વડોદરા શહેરના રેસકોર્સ ખાતે આવેલ સ્ટર્લીંગ હોસ્પિટલમાં ફાર્મસી ડિપાર્ટમેન્ટના હેડ પ્રજ્ઞાબેન શર્માએ હોસ્પિટલના એડમીન વિભાગના ઓફિસર બીપીનસિંહ રાઠોડને જણાવ્યું હતું કે, તેમના વિભાગમાં કામ કરતો અનુજ મનુભાઈ પટેલ ( રહે- બાલાજીનગર, કારેલીબાગ ) તેની બેગમાં ફાર્મસી વિભાગમાંથી દવાઓની ચોરી કરી લઈ જાય છે. જેથી તેની બેગ ચેક કરતા તેમાંથી રૂ. 20 હજારની કિંમતની અલગ અલગ દવાઓ તથા ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો હતો. જેથી એડમીન ઓફિસરએ બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ઝગડીયા થી અદ્લ ગામ બોરીદ્રા જતા રોડ પરથી રૂપિયા ત્રણ લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબીની ટીમ

ProudOfGujarat

ભરૂચ : દહેજ ગામેથી દોઢ વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરનાર આરોપીને સગીરા સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

પીજીઆઈએમ ઈન્ડિયા હાઈબ્રિડ ઈક્વિટી ફંડના રોકાણ પોર્ટફોલિયોમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓના શેર્સ ઉમેરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!