ગુજરાત જે ગાંધીનું ગુજરાત છે આમ તો ગુજરાતની અંદર દારૂની સખત મનાઈ છે પરંતુ ઘણા એવા ઈસમો પણ છે જેવો દારૂનું વેચાણ મોટી પ્રમાણમાં કરતા હોય છે કહેવામાં આવે છે કે જે વસ્તુની પાબંદી હોય તે વસ્તુનું વેચાણ સૌથી વધારે ત્યાં જ થતું હોય છે તેનું જ એક ઉદાહરણ ગાંધીના ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. વડોદરા શહેરના છેવાડે આવેલા જાંબુવા પાસે ગોકુલ ડુપ્લેક્ષ સામે આવેલ ખુલ્લા મેદાનમાં આવેલ કોટ પાસે મહેન્દ્રભાઇ કદમનાએ તેના ગ્રાહકોને આપવા માટે વિદેશી દારૂનો જથ્થો છોટાહાથી ટેમ્પો નં. જીજી.06.એયુ.1903 માં મંગાવેલ અને આજે સવારે કરણ કદમ તથા તેના સાગરીતો વિદેશી દારૂનું કટિંગ કરવાના છે જે હકીકતના આધારે રેડ કરતા કિંમત 1,16,400 ની 360 જેટલી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી સાથે જ એક છોટાહાથી ટેમ્પો અને 5 જેટલા મોબાઈલ ફોન કબ્જે કરી કુલ રૂ. 3,87,700 નો મુદ્દામાલ પોલીસ ઝડપી પાડયો હતો.
કટીંગ કરતા ત્રણ ઈસમ જેમાં મનોજ શર્મા, કરણ કદમ અને મયુર ઉર્ફે વિક્કી કનોજીયાની પિસીબી દ્વારા સ્થળથી ધરપકડ કરી હતી સાથે જ ઓમપ્રકાશ બિશ્રોઇ, આર મોદી, આર મોદી(ડ્રાઈવર) રમેશ માળી અને ભાણો જેમને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરાયા છે.